અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલોમાં બાળકો શિક્ષણ અને જ્ઞાન મેળવવા માટે આવતા હોય છે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલોમાં બાળકોને શિક્ષણની સાથે મજૂરી પણ કરાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. અસારવાની વીર શહીદ ગોપાલસિંહ ભદોરીયા મ્યુનિસિપલ સ્કૂલમાં ભાજપના શહેર પ્રમુખ અને ધારાસભ્ય સહિતના નેતાઓની હાજરીમાં બાળકો પાસે ખુરશીઓ ઉચકાવવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

