અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. થલતેજ, ઈસ્કોન, બોડકદેવ, ગુરૂકુલ, ચાંદખેડા, સાયન્સસિટી, ગોતા, બાપુનગર, ઠક્કરબાપા નગર, નારોલ, નિકોલ, ઘાટલોડિયા, વટવા, નરોડા સહિત વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. ગાંધીનગરમાં પણ ભારે પવન અને વરસાદ પડ્યો છે. અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી છે. હવામાન વિભાગની આગાહીના પગલે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે.

