Anand News: ગુજરાતમાંથી ઠેક ઠેકાણેથી અવારનવાર ખાવા પીવાની ચીજવસ્તુઓમાંથી જીવાત નિકળવાની ઘટનાઓ સામે આવે છે. એવામાં આણંદમાંથી પણ કંઈક આ પ્રકારની જ ઘટના સામે આવી રહી છે. આણંદ જિલ્લામાં તારાપુર ચોકડી નજીક ન્યૂ માયા હોટલની વાનગીમાં ગરોળી નિકળવાનું સામે આવતાં આખરે હોટલને સીલ કરાઇ છે.

