Home / Gujarat / Anand : Electricity theft worth 70 lakhs was caught from a gas refilling company in Moraj village of Tarapur

ANAND : તારાપુરના મોરજ ગામે ગેસનું રિફિલિંગ કરતી કંપનીમાંથી પકડાઈ 70 લાખની વીજચોરી

ANAND : તારાપુરના મોરજ ગામે ગેસનું રિફિલિંગ કરતી કંપનીમાંથી પકડાઈ 70 લાખની વીજચોરી

Anand News : આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના મોરજ ગામમાં ગેસનું રિફિલિંગ કરતી કંપનીમાંથી મધ્ય ગુજરાત વીજકંપની લિમિટેડ-MGVCLએ 70 લાખની વીજચોરી પકડી પાડી છે. આ અંગે આ કંપની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

આ અંગે  મળતી માહિતી મુજબ તારાપુર તાલુકાના મોરજ ગામ અને આસપાસના ગામડાઓમાં છેલ્લા ઘણા સમયથી અપૂરતા વીજપૂરવઠાની ફરિયાદો MGVCLને મળી રહી હતી. આ અંગે MGVCLના વિજિલન્સ અધિકારીઓએ મોરજથી આંબલીયારા રોડ પર મોરજ સીમ વિસ્તારમાં આવેલી કોન્ફિડન્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં રેડ કરી હતી. રેડ દરમિયાન કંપનીમાંથી  70 લાખની વીજચોરી પકડાઈ છે. આ કંપનીમાં  ગો ગેસ નામના LPG બ્રાન્ડના  રસોઈ ગેસ, કમર્શિયલ ગેસ અને ઇન્ડસ્ટ્રીયલ ગેસ સિલિન્ડરનું રિફિલિંગ અને પેકેજીંગનું કામ કરવામાં આવે છે. 

આણંદ જિલ્લાના તારાપુર અને ખંભાત તાલુકાના ગામડાઓમાં આજે વહેલી સવારે 6 વાગ્યાથી વીજચોરો પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. MGVCLની 29 વિજિલન્સ  ટીમોના 85 જેટલા કર્મચારીઓ દરોડામાં જોડાયા હતા. દરોડા દરમિયાન બંને તાલુકામાં કુલ 658 જેટલા વીજ કનેકશનો તપાસવામાં આવ્યા હતા, જેમાંથી 55 કનેકશનોમાં વીજચોરી પકડાઈ હતી. દરોડામાં આશરે 48.55 લાખની વીજચોરી થઇ હોવાનું ખુલ્યું હતું. સૌથી મોટી વીજચોરી