The Sabarmati Report : રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદમાં ગોધરાકાંડ પર બનેલી ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' જોવા પહોંચ્યા હતા. લોકો સુધી ઘટનાની માહિતી વધુ સ્પષ્ટ રીતે પહોંચે તે માટે રાજ્યમાં ફિલ્મને ટેક્સ ફ્રી પણ કરવામાં આવી શકે છે. આ સાથે જ ફિલ્મ પ્રોડ્યુસર એકતા કપુરે જણાવ્યું કે 2 વર્ષની મહેનત અને રિસર્ચ બાદ આ ફિલ્મ બનાવવામાં આવી છે. મને વિશ્વાસ થઈ રહ્યો નથી કે આ ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે. સત્ય ઘટના પર આધારિત હોવાથી ફિલ્મમાં સત્ય બહાર લાવવાનો પ્રયાસ કરશે. આ ફિલ્મને પોલિટિકલ મુદ્દો ન બનાવવો જોઈએ.

