
Women's Day Special:આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે બોટાદ જિલ્લામાં મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ જોવા મળી રહ્યું છે. બોટાદ જિલ્લાના વહીવટીતંત્રમાં કલેકટરથી PSI સુધી તેમજ જિલ્લા પંચાયત પ્રમુખથી નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સુધીની મોટાભાગની મહત્ત્વની જવાબદારીઓ મહિલા અધિકારીઓ સંભાળી રહી છે.
બોટાદ જિલ્લાના વહીવટીતંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર મહિલાઓ
- બોટાદ જિલ્લા કલેકટર ડો. જીન્સી રોય
- નાયબ કલેકટર આરતી ગોસ્વામી
- નાયબ પોલીસ અધિક્ષક મનીષા દેસાઈ
- પોલીસ ઇન્સ્પેક્ટર સાકરીયા
- જિલ્લા ટ્રાફિક શાખા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એએમ રાવલ
- PSI શિવાંગી મકવાણા
આ ઉપરાંત પોલીસ બેઈઝ્ડ સપોર્ટ સેન્ટર, મહિલા હેલ્પ લાઈન સહિત તમામ વિભાગોમાં પણ મહિલાઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે.
બોટાદની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલાઓ
- બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર
- બોટાદ તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન બારૈયા
- બોટાદ નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણીયા
- બોટાદ નગરપાલિકાના ઉપપ્રમુખ નીરુબેન ત્રાસડીયા
- બોટાદ નગરપાલિકા કારોબારી ચેરમેન તરીકે જયશ્રીબેન
બોટાદ જિલ્લાના વહીવટીતંત્રમાં અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ આ મહિલા અધિકારીઓ અને પદાધિકારીઓ પોતાના પરિવારની જવાબદારીઓની સાથે સાથે જિલ્લાના વિકાસ માટે કર્તવ્યનિષ્ઠાથી કાર્ય કરી રહી છે. આ રીતે બોટાદ જિલ્લો મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે.