
છોટાઉદેપુર જિલ્લામાં આંબાની વાડીઓમાં અને આંબાના વૃક્ષો ઉપર મોર લાગ્યો હતો. તે કાળો પડી જતા 50 ટકા કેરીનો પાક થશે તેવું ખેડૂતો અને કૃષિ વિભાગના અધિકારીઓનું અનુમાન છે. આ વખતે વાતાવરણમાં વારંવાર પલટો આવતા કેરીના પાકને નુકશાન થયું છે.
મોર વધુ લાગ્યો
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, બોડેલી, કવાંટ, સંખેડા, પાવીજેતપુર, છોટાઉદેપુર આમ છ તાલુકા આવેલા છે. જેમાં ખેડૂતો દ્વારા અમુક વિસ્તારોમાં આંબાની વાડીઓ પણ કરવાના આવેલી છે. ખેડૂતોના ખેતરમાં આંબાના મોટા પાયે વૃક્ષો છે. જ્યારે કેરીનો પાક ફળોમાં રાજા તરીકે ગણવામાં આવે છે. જ્યારે આ વખતે આંબા ઉપર મોર મોટા પ્રમાણમાં લાગ્યો હતો.
50 ટકા ઉતારો રહેવાની આશંકા
કેરીની વાડીઓ ધરાવતા ખેડૂતોને મોટી આશા હતી. પરંતુ વાતાવરણમાં ભારે પલટો આવતા આંબા ઉપર લાગેલ મોર કાળા પડી ગયા છે. જેના કારણે કેરીના ફળ લાગ્યા નહીં અને કેરીનું ઉત્પાદન 50 ટકા થઈ ગયું છે. જ્યારે ખેડૂતોના જણાવ્યા મુજબ વાયરસ જેવો રોગ આવ્યો છે તેવું લાગી રહ્યું છે. કૃષિ યુનિવર્સીટીના વૈજ્ઞાનિકો તપાસ કરે તે જરૂરી બન્યું છે. આ વર્ષે કેરીનો પાક ઓછો થતા ભાવ વધારે રહેશે. હાલ તો જે પાક તૈયાર થયો છે. તે 50 ટકા જ ઊતારો રહેશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે.