
Gir Somnath news: ગીર-સોમનાથ જિલ્લાના મુખ્ય મથક એવા વેરાવળ નગરપાલિકામાં સરકારી કર્મચારી લાંચ લેતા રંગેહાથે ઝડપાયો છે. નગરપાલિકાના લગ્ન નોંધણી શાખાનો કર્મચારી ગોવિંદ કામળિયા રૂપિયા 7,300ની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડયો હતો. આ કર્મચારીએ કુલ 42 ફાઈલો ક્લિયર કરી મેરેજ સર્ટિફિકેટ કાઢી આપવા અરજદાર પાસે 7300 રૂપિયા માગ્યા હતા. જેથી જાગૃત નાગરિકે એસીબીને જાણ કરી હતી. જે બાદ એસીબીની ટીમે ટ્રેપ (છટકું) ગોઠવીને વેરાવળ નગરપાલિકાના કર્મચારીને લાંચ લેતા સકંજામાં લઈને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સરકારી કર્મચારી લાંચ લેતા ઝડપાતા નગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓમાં પણ ફફડાટ વ્યાપ્યો હતો.
ગીર-સોમનાથના વેરાવળ નગરપાલિકાના લગ્ન નોંધણી શાખાના સરકારી કર્મચારી એવા ગોવિંદ કામળિયાએ અરજદાર પાસેથી ફાઈલો પાસ કરવા માટે 7,300 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે. જેના લીધે નગરપાલિકામાં જાણે ભૂકંપ આવ્યો હતો. સરકારી કર્મચારીઓ અને અધિકારીઓમાં પણ રીતસરનો ફફડાટ ફેલાયો હતો. અરજદાર પાસેથી કુલ 42 ફાઈલોના નિકાલ માટે સરકારી કર્મચારી ગોવિંદ કામળિયાએ 7,300 રૂપિયાની લાંચ માગી હતી. જેથી જાગૃત નાગરિકે લાંચ આપવાના બદલે એસીબીનો સંપર્ક કરીને એક વ્યવસ્થિત છટકું ગોઠવ્યું હતું. જેમાં વેરાવળ નગરપાલિકાના લગ્ન નોંધણી શાખાના કર્મચારી ગોવિંદ કામળિયા છટકામાં આબાદ સપડાઈ જતા એસીબીએ રંગેહાથે ઝડપી લઈને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.