Jamnagar News: જામનગરમાં એક રિક્ષા ચાલક યુવાન સાથે લૂંટેરી દુલ્હને કરેલી છેતરપિંડીના ચકચારી પ્રકરણમાં પોલીસે કાર્યવાહી કરી છે. લગ્ન કરાવી આપનાર જામનગરના એક શખ્સ અને કાલાવડની એક મહિલા સહિત બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, અને તેમની પાસેથી 30,000 રૂપિયા રોકડા કબજે કરવામાં આવ્યા છે. જ્યારે દુલ્હન ફરાર થઈ ગઈ છે.

