PANCHMAHAL જિલ્લાના ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં આવેલી હરીકૃપા સોસાયટીમાં પરણિત મહિલાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. પતિ પત્ની વચ્ચે Mobile phone બાબતે બોલાચાલી થતા પત્નીને લાગી આવતા પોતાના ધરમાં જ પંખા ઉપર ઓઢણી વડે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. મૃતક પત્નીના મૃતદેહને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લાવવામાં આવ્યો છે. બનાવની જાણ ગોધરા શહેર પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

