Home / Gujarat / Surat : Fear of epidemic due to wastewater problem

સુરતમાં ગંદા પાણીની સમસ્યાને પગલે રોગચાળાની ભીતિ : પુણાની સોસાયટીમાં ડ્રેનેજનું પાણી ઉભરાતાં સ્થાનિકોમાં રોષ

સુરતમાં ગંદા પાણીની સમસ્યાને પગલે રોગચાળાની ભીતિ : પુણાની સોસાયટીમાં ડ્રેનેજનું પાણી ઉભરાતાં સ્થાનિકોમાં રોષ

સુરત શહેરના વરાછા ઝોન વિસ્તારમાં સમાવિષ્ટ નંદનવન સોસાયટીમાં છેલ્લા ત્રણ દિવસથી ડ્રેનેજ લાઈનનું પાણી રસ્તા પર ઉભરાતાં સ્થાનિકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે સ્થાનિકો દ્વારા વહીવટી તંત્ર સમક્ષ છાશવારે રજુઆત કરવામાં આવતી હોવા છતાં કાયમી સમસ્યાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ડ્રેનેજનું મલિન પાણી રસ્તા પર ઉભરાતાં શાળાએ જતાં બાળકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે. આ સિવાય રસ્તા પર ઉભરાતાં ડ્રેનેજના પાણીને કારણે રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon