આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાએ Optigal® બ્રાન્ડ હેઠળ બે નવી હાઈ-ક્વોલિટી કલર કોટેડ સ્ટીલ પ્રોડક્ટ્સ – Optigal® Prime અને Optigal® Pinnacle – બજારમાં રજૂ કરી છે. આ બંને પ્રોડક્ટ્સ યુરોપિયન ધોરણ પ્રમાણે ડિઝાઇન કરવામાં આવી છે અને ઊંચ્ચ ગુણવત્તાવાળા સ્ટીલ સોલ્યુશન્સ આપે છે – ખાસ કરીને એરપોર્ટ, રેલવે સ્ટેશન, હાઈવે સહિતના મેગા પ્રોજેક્ટ્સ અંતર્ગત આવતાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઉપલ્બ્ધ છે. AM/NS Indiaએ, આ પ્રકારના C4 ગ્રેડના સ્પેશિયલ સ્ટીલમાં એકમાત્ર ઘરેલું ઉત્પાદક તરીકે સ્થાન મેળવ્યું છે, જે પહેલાં ભારતમાં ઉપલબ્ધ નહીં હતું.

