મહારાષ્ટ્રના રાજકારણમાં અત્યારે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે ફરી એક થશે તેવી ચર્ચા ચાલી રહી છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરે મરાઠીના હિતના ફરી એક થવાની આડકતરી ઓફર આપી છે. જેના જવાબમાં ઉદ્ધવસેનાએ શરત રાખી છે કે, જો રાજ ઠાકરે એકનાથ શિંદે અને ભાજપ સાથેના તમામ સંબંધો તોડી નાંખે તો વાતચીત થઈ શકે. મહારાષ્ટ્રમાં હાલમાં નવી શિક્ષણનીતિ હેઠળ શિક્ષણમાં મરાઠીની સાથે હિન્દી પણ ફરજિયાત કરાતા રાજ ઠાકરે તેનો વિરોધ કરી રહ્યા છે. એવામાં શિવસેના યુબિટીના નેતા સંજય રાઉતે ફરી ગુજરાતીઓ મુદે બળાપો કાઢ્યો છે.

