
એક હેલિકોપ્ટર કરાચી, પાકિસ્તાનથી ઉડાન ભરી હતી અને ભારતમાં ગુજરાતના હવાઈ ક્ષેત્રમાં ફર્યા બાદ અમદાવાદમાં લેન્ડ થયા હોવાની માહિતી સોશિયલ મીડીયામાં વાયરલ થઇ રહી છે.
આ હેલિકોપ્ટરની ટ્રાવેલ હિસ્ટ્રીનો ફોટો પણ વાયરલ થઇ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે આ હેલિકોપ્ટર સાઉદી અરેબિયાથી ગ્વાદર, કરાચી (પાકિસ્તાન)થી અમદાવાદ પહોંચ્યું છે.
જો કે આ મામલે હજુ સુધી સરકાર, એરપોર્ટ ઓથોરિટી કે સેના દ્વારા કોઈ અધિકારીક પૃષ્ટિ કરવામાં આવી નથી.
ભારત - પાકિસ્તાન વચ્ચે એરસ્પેસ બંધ છે તો આ શક્ય છે?
હેલિકોપ્ટર (N118NZ અને N114DV) બંને Leonardo AW139s યુએસમાં નોંધાયેલા છે, પાકિસ્તાનમાં નોંધાયેલા નથી, જેનો અર્થ એ છે કે તેઓ તકનીકી રીતે પાકિસ્તાની અથવા ભારતીય વિમાનો પર લાદવામાં આવેલા સંપૂર્ણ પ્રતિબંધ હેઠળ આવતા નથી અને યોગ્ય રાજદ્વારી અથવા સત્તાવાર મંજૂરી સાથે તેમને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી શકે છે.