
ગુજરાતના સ્ટેટ હાઈ વે અને નેશનલ હાઈવેની સપાટી ઊબડખાબડ થઈ ગઈ હોવાથી મેન્યુફેક્ચરિંગ સ્ટેટ ગણાતા ગુજરાતમાં માલની હેરફેરના ખર્ચાઓ વધી રહ્યા છે. માલ લઈને ટ્રકને તેના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં દોઢાથી બમણો સમય લાગી રહ્યો છે. પરિણોમે માલની હેરફેર કરવાની ઉદ્યોગોના ખર્ચાઓ વધી રહ્યા છે. તેની સીધી અસર ગુજરાતના ઉદ્યોગોને સ્પર્ધાત્મકતા પર પડી રહી છે.
રસ્તાની હાલત સુધારવા માટે યોગ્ય પગલાં લેવા વિનંતી કરી
અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની એક પત્ર લખીને રસ્તાની હાલત સુધારવા માટે યોગ્ય પગલાં લેવા વિનંતી કરી છે. મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતની અંદર જ જુદાજુદા વિસ્તારોમાં નેશનલ હાઈ વે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ગુજરાત સરકાર હસ્તકના હાઈવે અત્યંત બિસ્માર હાલતમાં છે. રસ્તાઓ પર મોટા મોટા ખાડાઓ પડેલા છે.
ટેક્સ વસૂલવામાં સૂરી સરકારના હાઈવેની હાલત ભૂંડી
રસ્તાાઓ પર પડેલા ખાડાઓ અને તૂટી ગયેલા રસ્તાઓ પર નવા પુલ અને એલિવેટેડ રોડ બની રહ્યા હોવાથી બાયપાસ આપવામાં આવ્યા હોવાતી તથા નેશલ હાઈ વ ૯ ઉપર ઘણાં પુલોના રિસરફેસિંગના કામ માટે ખોદકામ કરવામાં આવ્યા હોવાથી રાજ્યમાંથી પસાર થતાં અને રાજ્યમાંથી પર રાજ્યમાં જતાં વાહનો માટે ગંભીર સમસ્યા નિર્માણ થઈ રહી છે. વડોદરા અને સુરત વચ્ચેના રોડ પર ચાર બ્રિજની સરફેસ ખોલી નાખી છે.
ગુજરાતના સ્ટેટ અને નેશનલ હાઈવે ઊબડખાબડ હોવાથી માલ સમયસર ન પહોંચતો હોવાથી ગુજારતના ટ્રેડ અને કોમર્સને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. અમદાવાદથી મુંબઈ જવાના સૌથી વધુ ટ્રાફિકવાળા અને સૌથી વધુ અવરજવરવાળા રસ્તાની હાલત બદતર છે. ભરૃચ-નસવાડી-અંકલેશ્વર-રાજપીપળાનો હાઈવે બદતર હાલતમાં છે. કચ્છ તરફ જવાના અને કચ્છની પરિસરના રસ્તાઓની હાલત પમ બિસ્માર છે. આ રસ્તામાં મોટા મોટા ખાડા પડી ગયા હોવાથી વાહનની ગતિ મર્યાદિત થઈ જાય છે. તેથી ગંતવ્યસ્થાને પહોંચવાનો સમય બમણો લાગે છે. ઘણાં રસ્તાઓ ખરાબ થઈ ગયા હોાથી અમુક વિસ્તારોમાં ટ્ક જઈ શકતી નથી. અમદાવાદથી સુરતના માર્ગની હાલત પણ બહુ જ ખરાબ છે.