Operation Sindoor: વર્ષ-1997માં આવેલી બોલિવૂડની સુપરહિટ ફિલ્મ બોર્ડરમાં ભારત-પાકિસ્તાન સરહદે યુદ્ધની સ્થિતિ અને એમાં આર્મી જવાનને લગ્નના બીજા દિવસે જ યુદ્ધમાં જવા માટે રજાઓ રદ્દ કરી દેવામાં આવી હતી. જેથી તેને જવું પડે તેવી નોબત આવી હતી. બસ આવી જ ઘટના બની ગઈ બિહારના બક્સર જિલ્લાના નંદન ગામમાં. જ્યાં આર્મી જવાન ત્યાગી યાદવના લગ્ન સાતમી મેના રોજ પ્રિયાકુમારી સાથે થયા હતા. પરંતુ લગ્નના બીજા દિવસે આઠમી મેએ સૈન્યએ ડયૂટી પર બોલાવી લીધા હતા.

