સારા આરોગ્યને સુખની પ્રથમ ચાવી ગણવામાં આવે છે. વર્તમાન સમયમાં બ્લડપ્રેશર, ડાયાબિટિસ જેવી સમસ્યા અનેક દર્દીઓમાં જોવા મળતી હોય છે. મેડિકલ સાયન્સ હરણફાળ ભરી રહ્યું છે અને તેના લીધે તમામ બીમારીનો ઈલાજ શક્ય બન્યો છે. ગુજરાતની વાત કરવામાં આવે તો પ્રત્યેક પરિવાર હોસ્પિટલમાં દાખલ થવા પાછળ દર વર્ષે સરેરાશ રૂપિયા 7 હજારનો ખર્ચ કરે છે.

