પોરબંદરમાં ખંડળી અને અપહરણના મામલામાં કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકીની પોલીસ રીમાન્ડ દરમિયાન તબિયત બગડી હતી. તબિયત બગડ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે તેમની તબિયત સુધરતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ હિરલબા શનિવાર સુધી પોલીસ રિમાન્ડ પર છે.

