
Sabarkantha News: ગુજરાતમાંથી સતત ઝઘડાની ઘટનાઓ સામે આવી રહી છે. ઘણી વખત ઘરકંકાસના ઝઘડા મોટું સ્વરુપ લઈ લેતાં તેમાં ઘણા લોકોના મોત પણ થયા છે. એવામાં સાબરકાંઠામાંથી પણ કંઈક આ પ્રકારની જ ઘટના સામે આવી રહી છે. જેમાં ઘરકંકાસમાં થયેલા ઝઘડામાં પુત્રએ પિતાના માથામાં લાકડી મારતી પિતાનું મોત નિપજ્યું છે.
સાબરકાંઠા જિલ્લામાં ઈડર તાલુકાના આનંદપુરા ગામેથી આ ઘટના સામે આવી રહી છે. જેમાં પુત્રએ પિતાના માથામાં લાકડી મારતા પિતાનું મોત થયું હતું. પુત્ર, પુત્રના સસરા અને પુત્રની પત્નીએ કરેલા ઝઘડામાં ઉશ્કેરાયેલા પુત્રએ પિતાના માથામાં લાકડી ફટકારી દીધી હતી. જેથી પિતાને ગંભીર ઇજાઓ થતા પહેલાં દાવડ, બાદમાં હિંમતનગર સિવિલમાં અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. અને આખરે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન પિતાનું મોત નિપજ્યું હતું. સમગ્ર મામલે જાદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.