છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલના પરિસરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દરોડા પાડ્યા છે. ED સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, કુલ 15 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. આ મામલો છત્તીસગઢના દારૂ કૌભાંડ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. આ કેસની તપાસ દરમિયાન ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્યનું નામ સામે આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

