સંસદ પરિસર હલલબોલ વિરોધ પ્રદર્શનની તસવીર અને વીડિયો તો અનેક વાર આપણે જોયા પરંતુઆજે જએ તસવીર સામે આવી છે તે જોઈ તમે પણ ચોંકી જશો. બુધવારે ત્રણ અલગ અલગ પક્ષોના સાંસદો વચ્ચે હાસ્ય અને મસ્તીની હળવી ક્ષણો કેમેરામાં કેદ થઈ હતી. જે સાંસદોમાં ચર્ચાનો વિષય બની રહી છે. વાત કરી તો નવી સંસદના મકર દ્વારથી ગૃહ તરફ જઈ રહેલા TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ અચાનક અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતને ગેટ પર જોઈ, પછી તેમણે હળવાશથી કહ્યું, આજે મારા માટે સારો દિવસ છે, ભારતની બ્યુટી કવીન પણ અહીં છે. જેના પર કંગનાએ હસતાં હસતાં જવાબ આપ્યો, "અરે દાદા, એવું નથી."

