તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને હિન્દી મુદ્દે વિવાદ ઊભો કર્યા બાદ હવે સંસ્કૃત મુદ્દે વિવાદ ઉભો કર્યો છે. તેમણે મંગળવારે (24 જૂન) કેન્દ્રની ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપ કર્યો છે કે, ભાજપનો વાસ્તવિક હેતુ હિન્દીને મહોરું બનાવીને સંસ્કૃત થોપવાનો છે. સ્ટાલિને એક ખાનગી સમાચાર સંસ્થામાં પ્રકાશિત RTI અહેવાલને ટાંકીને કહ્યું કે, સંસ્કૃત ભાષાના પ્રચાર માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, જ્યારે તમિલ અને અન્ય દક્ષિણ ભારતીય ભાષાઓને કંઈ મળતું નથી.

