Home / Gujarat / Porbandar : Boat seized with drugs worth Rs 1800 crores from coast

Porbandar news: દરિયાકાંઠેથી 1800 કરોડના Drugs સાથે બોટ ઝડપાઈ, ગુજરાત ATS અને ICGનું જોઈન્ટ ઓપરેશન

Porbandar news: દરિયાકાંઠેથી 1800 કરોડના Drugs સાથે બોટ ઝડપાઈ, ગુજરાત ATS અને ICGનું જોઈન્ટ ઓપરેશન

ગુજરાત પણ ડ્રગ્સની હેરફેર માટેનો અડ્ડો બની ગયો હોય તેવું લાગે છે. હવે દરિયાકાંઠેથી આશરે 1800 કરોડ રૂપિયાનું ડ્રગ્સ (Drugs) ભરેલી એક બોટ પકડી પાડવામાં આવી છે. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) અને ગુજરાતના ATSની સંયુક્ત કાર્યવાહીમાં આ ઓપરેશન પાર પડાયું છે. માહિતી મુજબ લગભગ 300 કિલોગ્રામ જેટલો ડ્રગ્સ (Drugs)નો જથ્થ બોટમાંથી મળી આવ્યો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ICG એ પોતાના જહાજો અને વિમાનોને તૈનાત કર્યા હતા

અહેવાલો અનુસાર, ભારતીય કોસ્ટ ગાર્ડ અને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે અરબી સમુદ્રમાં 1800 કરોડ રૂપિયાના ડ્રગ્સ ભરેલી બોટ જપ્ત કરવામાં આવી છે.

 300 કિલો મેફેડ્રોન (MD) ડ્રગ્સ જપ્ત

આ કાર્યવાહી દરમિયાન 300 કિલો મેફેડ્રોન (MD) ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. ગુપ્ત માહિતીના આધારે શરૂ કરાયેલા આ ઓપરેશનમાં ICG એ પોતાના જહાજો અને વિમાનોને તૈનાત કર્યા હતા.

 

Related News

Icon