કોઈપણ સંભવિત નુકસાન કે જોખમથી નાણાકીય સુરક્ષા મળે તે માટે વીમો કરવામાં આવે છે. સામાન્ય રીતે લોકો પોતાના ઘર, વાહન, જીવન કે સ્વાસ્થ્યનો વીમો લે છે. પરંતુ દુનિયામાં કેટલાક એવા વીમા છે, જેની કિંમત એટલી ઊંચી હોય છે કે તેની રકમ જાણીને તમને આશ્ચર્ય થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આજના સમયમાં સૌથી મોંઘા વીમાઓમાંનો એક સેલિબ્રિટીઓના શરીરના ખાસ ભાગો જેમ કે પગ, અવાજ, આંખો, સ્મિત અને વાળનો વીમો છે. ચાલો તેના વિશે જાણીએ.

