
Mehsana News: ગુજરાતમાંથી સતત અકસ્માતની ઘટના સામે આવી રહી છે. એવામાં મહેસાણામાંથી અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં કડી વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર રમેશ ચાવડાની ગાડીનો અકસ્માત થયો હોવાની માહિતી મળી રહી છે. કડી કોર્ટ પાસે કૂતરું રસ્તામાં આવી જતાં કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી.
કુતરાને બચાવવા જતા ગાડી રોડના ડિવાઈડર પર ટકરાઈ હતી. જેથી ડિવાઈડર પર ટકરતા ગાડીના બમ્પરના ભાગે નુકશાન થયું હતું. જો કે, ગાડીમાં સવાર ઉમેદવાર સહિત કાર્યકરોનો આબાદ બચાવ થયો હતો અને સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.