Home / India : Massive fire breaks out in five-storey building in Chamanganj, Kanpur

VIDEO: કાનપુરના ચમનગંજમાં પાંચ માળની ઇમારતમાં ભીષણ આગ, એક જ પરિવારના 5 સભ્યો જીવતા ભડથું

UPના કાનપુરના ચમન ગંજ વિસ્તારના ગાંધી નગરમાં રવિવારે રાત્રે પાંચ માળની ઇમારતમાં લાગેલી ભીષણ આગની ઘટનાએ બધાને હચમચાવી દીધા છે. આ ઇમારતમાં એક પરિવારના પાંચ સભ્યો ફસાયા હતા, જેમાં પતિ, પત્ની અને તેમના ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. તમામના આ દુર્ઘટનામાં મોત નિપજ્યા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

એક ડઝનથી વધુ ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી

ગત રાત્રે એક ડઝનથી વધુ ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ઇમારતમાં લાગેલી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ 8 કલાકની મહેનત બાદ જ પરિસ્થિતિ કાબુમાં આવી શકી હતી, પરંતુ આ પરિવારને બચાવી શક્યા  નહોતા. 

અધિકારીએ આપી માહિતી 

ડીસીપી દિનેશ ત્રિપાઠીએ કહ્યું કે બે લોકોની હાલત ગંભીર છે. હાલ મેડિકલ એક્ઝામિનેશન બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે. અમને માહિતી મળી હતી કે ત્રણ લોકો ઈમારતમાં ફસાયેલા છે પરંતુ  જ્યાં સુધી અમે કોઈ પરિણામ સુધી પહોંચીએ એ પહેલા જ પાંચ લોકો જીવતા ભડથુ થઈ ગયા હતા. આ ઈમારતના નીચલા ફ્લોર પર શૂઝનું કારખાનું હતું અને કારખાનેદાર જ ઉપર રહેતા હતા. 

TOPICS: fire kanpur india up gstv
Related News

Icon