
Kutch News: ગુજરાતમાં જાણે અકસ્માતની વણઝાર સર્જાઈ રહી હોય તેમ સતત અકસ્માતની સામાચાર સામે આવી રહ્યા છે. એવામાં કચ્છમાંથી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. કચ્છ જિલ્લામાં સુરજબારી પુલ પર અકસ્માતની ગોઝારી દુર્ઘટના બની હતી. પવનચક્કીના વિશાળ પાંખ લઈને જતું ટ્રેલર યમદૂત બન્યું હતું.
ગાડી પર મહાકાય પાંખ પડતા કાર કચડાઈ ગઈ હતી જેમાં અંદર રહેલા લોકોને બચાવવા સ્થાનિકો દ્વારા અથગ પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમ છતાં એક વ્યક્તિનું કરુણ મોત નિપજ્યું હતું. ઘટના સ્થળે દોડી ગયેલી પૂર્વ કચ્છ પોલીસ અને હાઈવે પેટ્રોલિંગ ટીમ દ્વારા કારમાં ફસાયેલા ચારેક લોકોને બહાર કાઢવા માટે ક્રેનનો ઉપયોગ લેવામાં આવ્યો હતો. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.