Kutch News: કચ્છ પંથકમાંથી એક અરેરાટીભર્યા સમાચાર પ્રાપ્ત થયા છે. ગાંધીધામમાં તળાવમાં ડૂબી જતાં બે યુવકોના મોત નીપજ્યા છે. ઘરેથી બાઇક ધોવાનું કહીને નીકળ્યા હતા. પરંતુ મોડા સુધી પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ આદરી હતી. જ્યાં તળાવ નજીક બાઇક અને ચંપલ મળી આવતાં પોલીસને જાણ કરી હતી. પોલીસે તરવૈયાની મદદથી બંને મૃતદેહો બહાર કાઢ્યા હતા અને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

