ગીરસોમનાથના વેરાવળમાં આજેઠા ગામે અનોખા લગ્ન યોજાયા હતા. આહીર સમાજના યુવા અગ્રણી નથુ સોલંકીના પરિવારમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં પ્રથમ વખત હાથીની અંબાડી પર વરરાજાનું ફૂલેકું નીકળ્યું હતું.આટલું જ નહિં લગ્ન પ્રસંગમાં વરરાજાના ફુલેકાને જોવા આજુ બાજુના વિસ્તારમાંથી આવડી મોટી સંખ્યામાં પ્રથમ વખત અમારા આજેઠા ગામે લોકો આવ્યા હોય તેવું જોવા મળ્યું હતું.

