
Mehsana News: ગુજરાત પોલીસ દ્વારા અસામાજીક તત્વો સામે ખાસ કવાયાત હાથ ધરવામાં આવી હતી તેમ છતાં ગુજરાતમાંથી સતત મારામારીની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં મહેસાણામાંથી લુખ્ખા તત્વો દ્વારા સામાન્ય બાબતે મારામારી તથા દુકાનમાં તોડફોડ કરવામાં આવી હતી.
મળતી માહિતી પ્રમાણે, મહેસાણા જિલ્લાના અંબાસણ ગામમાંથી મારામારીની ઘટના સામે આવી છે. જેમાં એક યુવક રસ્તા વચ્ચે બાઇક પાર્ક કરી સિગારેટ પીતો હતો. જેથી દુકાનદારે બાઇક રોડની સાઈડમાં મૂકવાનું કહેતા યુવક ઉશ્કેરાયો હતો. ત્યારે યુવક બાઇક લઈને તો ગયો પણ ફરી પાછા આવીને માથાકૂટ કરી તેમજ બીજા શખ્શોને લઈને આવી પાર્લર પર ધમાલ કરી હતી.
ધોકા, સ્ટીલના ટેબલ અને ગડદા પાટુથી માર માર્યો હતો. મારપીટને મામલે પાર્લર માલિક સનદ પટેલે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઠાકોર વૃષભ, ઠાકોર સુહાગ, ઠાકોર આશિક અને ઠાકોર મીત વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. લાંઘણજ પોલીસ મથકે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.