Mehsana News: ગુજરાતમાં 22 જૂને ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી અને 25 જૂને તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, હવે આ ચૂંટણી પરિણામને લઈને ચૂંટણી પંચની ગંભીર બેદરકારી સામે આવી છે. સામાન્ય રૂપે ચૂંટણી પંચની કામગીરી પર વિપક્ષ દ્વારા અવાર-નવાર પ્રશ્નો કરવામાં આવતા રહે છે. જોકે, તે પુરવાર થઈ શકતા નથી. આ વખતે ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટણી પંચની સામે આવા જ ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા છે. જેમાં વયમર્યાદા ન ધરાવતી વ્યક્તિ ન ફક્ત ચૂંટણી લડી પરંતુ જીતીને સરપંચ પણ બની ગઈ. હાલ આ મુદ્દાને લઈને ચૂંટણી પંચ પર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.

