કોંગ્રેસના ટોચના નેતા સોનિયા ગાંધીના જમાઈ અને સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ પહેલગામ આતંકવાદી હુમલા પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આતંકવાદીઓએ આ હુમલા દ્વારા પીએમ નરેન્દ્ર મોદીને સંદેશ આપ્યો છે. રોબર્ટ વાડ્રાએ કહ્યું કે હું ખૂબ જ દુઃખી છું અને આ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે મને ખુબ સંવેદના છે. આપણા દેશમાં આપણે જોઈએ છીએ કે આ સરકાર હિન્દુત્વની વાતો કરે છે, અને લઘુમતીઓ અસ્વસ્થતા અનુભવે છે. જો તમે આ આતંકવાદી હુમલાનું વિશ્લેષણ કરશો, તો તમને સમજાશે કે જો તેઓ (આતંકવાદીઓ) લોકોની ઓળખ જોઈ રહ્યા છે, તો તેઓ આવું કેમ કરી રહ્યા છે? આનું કારણ એ છે કે આપણા દેશમાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે વિભાજન રેખા દોરવામાં આવી છે.

