ચોમાસાની શરૂઆત થતા જ આપણે સહુ આપણા ડિઝાઇનરવેરને કબાટમાં મૂકીને ચીલાચાલુ કેઝ્યુઅલ કપડા પહેરવા લાગીએ છીએ. શા માટે? હંમેશા એવું કેમ થાય છે કે વરસાદની ઋતુમાં લોકો ફેશનને કોરાણે મૂકી દે છે જ્યાં વર્ષની ત્રણ ઋતુ છે. બાકી અન્ય દેશોમાં શિયાળો અને ઉનાળો એમ બે જ ઋતુ હોય છે પરંતુ ભારતમાં વર્ષાઋતુ છે અને વર્ષાનું એક અદકેરુ મહત્વ પણ છે.

