બોલિવૂડના ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર (Akshay Kumar) તેની આગામી ફિલ્મ ''Kesari Chapter 2' માટે હેડલાઈન્સમાં છે. અક્ષય ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યો છે. આ દરમિયાન, અક્ષયને જયા બચ્ચનની કમેન્ટ વિશે પૂછવામાં આવ્યું જે તેમણે તાજેતરમાં અક્ષયની ફિલ્મ પર કરી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે. ચાલો જાણીએ કે અક્ષયે આ અંગે શું કહ્યું છે?
અક્ષય કુમારે પ્રતિક્રિયા આપી
સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે અક્ષય (Akshay Kumar) ને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, "જો તેમણે (જયા બચ્ચન) કહ્યું છે, તો તે સાચું હશે, મને ખબર નથી. જો મેં 'Toilet: Ek Prem Katha' ફિલ્મ બનાવીને કંઈ ખોટું કર્યું હોય, તો તેઓ જ્યારે આવું કહી રહી છે ત્યારે તે સાચું જ કહી રહ્યા હશે. એટલું જ નહીં, અક્ષય એમ પણ કહી રહ્યો છે કે કોઈ મુર્ખ જ હશે, જે આવી ફિલ્મોની ટીકા કરશે.
અક્ષયે શું કહ્યું?
અક્ષયે આગળ કહ્યું કે, "મેં જે પ્રકારની ફિલ્મો બનાવી છે, જેમ કે પેડમેન, 'ટોઇલેટ: એક પ્રેમ કથા', એરલિફ્ટ અને આવી ઘણી ફિલ્મો, આ ફિલ્મોની ટીકા ફક્ત મૂર્ખ જ કરશે." હવે, આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને યુઝર્સ તેના પર પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.
શું છે આખો મામલો?
તાજેતરમાં જ જયાએ અક્ષય (Akshay Kumar) ની ફિલ્મ વિશે કહ્યું હતું કે, "તમે તે ફિલ્મનું નામ જુઓ. શું તમે આવા નામવાળી ફિલ્મ જોવા જશો? શું આ ટાઈટલ છે? હું આવી ફિલ્મ ક્યારેય નહીં જોઉં." એટલું જ નહીં, જયાએ તો એમ પણ કહ્યું કે આ ફિલ્મ ફ્લોપ છે. હવે, અક્ષયે જયાની આ કમેન્ટ પર પોતાનું નિવેદન આપ્યું છે. તેનો વીડિયો HTcity નામના પેજ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.