Banaskantha News : ગુજરાતના બનાસકાંઠામાં નર્મદાની મુખ્ય કેનાલમાં કાર ખાબકી હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં કારમાં સવાર ત્રણ બાળકો સહિત પાંચ લોકોનાં મોત થયા હોવાનું સામે આવ્યું છે. એક મહિલાનો મૃતદેહ છેલ્લા 24 કલાક બાદ આજે બપોરે મળી આવતા કુલ મૃત્યુઆંક પાંચ થયો છે. કેનાલમાં ડૂબી જતા પાંચ લોકોનાં મોતને પગલે આસપાસના પંથકમાં ભારે ચકચાર મચી છે.

