
Banaskantha News : ગુજરાતના બનાસકાંઠાના થરાદ પાસે નર્મદા કેનાલમાંથી બે યુવતીના મૃતદેહ મળ્યા હોવાની ઘટના સામે આવી છે. કેનાલના મહાજનપુર પમ્પિંગ સ્ટેશન ફાટકમાંથી ફાયર વિભાગની ટીમ દ્વારા મૃતદેહો નીકાળ્યા હતા. જ્યારે બંને યુવતીઓ કોણ છે અને કયાથી આવેલી અને કયાકારણોસર કેનાલમાં ઝંપલાવ્યું, શું છે સમગ્ર મામલો તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે બંને યુવતીના મૃતદેહોને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કેનાલમાંથી બે યુવતીના મૃતદેહ મળ્યા
મળતી માહિતી મુજબ, થરાદની નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે મહાજનપુર પમ્પિંગ સ્ટેશન ફાટકમાંથી બે અજાણી યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે સ્થાનિકોને જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. જ્યારે બંને યુવતીઓ કોણ છે? અને કેમ કેનાલમાં પડતુ મુક્યુ? તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે બંને યુવતીની હત્યા થઈ છે કે આત્મહત્યા તેને લઈને પોલીસે તપાસ આદરી છે.