
ગીર સોમનાથ: વેરાવળ ઇન્કમટેક્સ વિભાગે એક સામાન્ય વ્યક્તિને 1 અબજ 15 કરોડ રૂપિયાની નોટિસ ફટકારી છે. કોડીનારમાં હોટલમાં નોકરી કરતાં સામાન્ય વ્યક્તિને નોટિસ મળતા ખળભળાટ મચી ગયો છે.
કોડીનારમાં હોટલમાં નોકરી કરતાં આસીફ મહમદ નામના વ્યક્તિને ઇન્કમટેક્સ વિભાગે 1 અબજ 15 કરોડ રૂપિયાની નોટિસ ફટકારી છે. નોટિસ મળતા જ મળતા સામાન્ય આસીફ મહમદ ગભરાઈ ગયો હતો. આસીફ મહમદને એક નહીં પણ ત્રણ-ત્રણ વાર નોટિસ ફટકારી છે. આસીફનાબેન્ક ખાતામાં માત્ર 475 રૂપિયા છે. કોડીનારમાં હોટલમાં 10 હજાર રૂપિયાના પગારથી આસીફ મહમદ નોકરી કરે છે.
વેરાવળ ઇન્કમટેક્સ વિભાગનો છબરડો કે પછી આ વ્યક્તિના નામે કોઈ એ કૌભાંડ કર્યું તે અંગે ચર્ચા થઇ રહી છે. આસીફ દ્વારા પોતાને ખોટી નોટિસ મળ્યાની પણ લેખિત રજુઆત કરી છે.