ગુજરાતના અનેક જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં સૌથી વધુ 157 મિલીમીટર (6.18 ઇંચ) વરસાદ ખાબક્યો છે. જ્યારે સાબરકાંઠાના વડાલીમાં 153 મિલીમીટર (6 ઇંચ) જેટલો ભારે વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ ગીર સોમનાથના તાલાલામાં 135 મિલીમીટર (5.31 ઇંચ) વરસાદ પડ્યો. સુરત જિલ્લાના મહુવા અને જૂનાગઢના વિસાવદરમાં 133 મિલીમીટર (5.24 ઇંચ) વરસાદ નોંધાયો હતો. 24 કલાકમાં ગુજરાતના 215 તાલુકામાં ધડબડાટી બોલાવી છે.

