Home / Entertainment : What's new?

Chitralok: નવું શું છે? 

Chitralok: નવું શું છે? 
  • ફિલ્ટરકોપી કેન્ડિડના નવીનતમ રિયલ્ટી કોમેડી શો 'ફાઇન્ડ ધ ફર્ઝી વીથ કરિશ્મા' જિયોહોટસ્ટાર પર આજે રિલીઝ થશે. આ શોને આરજે કરિશ્મા હોસ્ટ કરશે.
  • પાર્ક બો-યંગ, પાર્ક જિન-યંગ અને ર્યુ ક્યુંગ-સૂ અભિનિત સાઉથ કોરિયન ટેલિવિઝન સિરીઝ 'અવર અનરિટન સિઓલ'  આવતીકાલે એટલે કે ૨૪ મે, ૨૦૨૫ના રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.  
    જે લોકો થિયેટરમાં 'કેપ્ટન અમેરિકા: બ્રેવ ન્યૂ વર્લ્ડ' જોવાનું ચૂકી ગયા હોય એના માટે આ સારા સમાચાર છે. આ ફિલ્મ અંગ્રેજી, હિન્દી, તમિલ અને તેલુગુ સહિત ચાર ભાષાઓમાં જિયોહોટસ્ટાર પર ૨૮ મેના રોજ રિલીઝ થવાની છે. 
  • લિયાન મોરિયાર્ટીની ૨૦૧૮ની નવલકથા પર આધારિત 'નાઈન પરફેક્ટ સ્ટ્રેન્જર્સ'ની બીજી સીઝન ગઈકાલે પ્રાઇમ વીડિયો પર આવી છે. આ અમેરિકન ડ્રામા ટેલિવિઝન સિરીઝમાં નિકોલ કિડમેન અને અન્ય કલાકારો અભિનય કરતા દેખાશે.
  •  ડિરેકટર મેટ પામરની 'ફિયર સ્ટ્રીટ: પ્રોમ ક્વીન'ની ચોથી સીઝન આજથી નેટફ્લિક્સ સ્ટ્રીમ થઈ છે. જે ફિયર સ્ટ્રીટ પુસ્તક શ્રેણીની નવલકથા 'ધ પ્રોમ ક્વીન' (૧૯૯૨) પર આધારિત છે. આ ફિલ્મમાં ઇન્ડિયા ફાઉલર, સુઝાના સન, ફિના સ્ટ્રેઝા, ડેવિડ યાકોનો અને કેથરિન વોટરસ્ટન મુખ્ય ભૂમિકામાં છે.
Related News

Icon