
સાઉથના સુપરસ્ટાર ધનુષ (Dhanush) ની ફિલ્મ 'કુબેરા' (Kuberaa) આજે થિયેટરમાં રિલીઝ થઈ છે. શેખર કમ્મુલા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં, નેશનલ એવાર્ડ વિનર અભિનેતા ધનુષ (Dhanush) એક ભિખારીની ભૂમિકા ભજવી રહ્યો છે જે પોતાના જીવનમાં પડકારોનો સામનો કરે છે. હૈદરાબાદમાં ફિલ્મના પ્રી-રિલીઝ કાર્યક્રમમાં, ધનુષે જણાવ્યું કે, "મેં આ પાત્ર ભજવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. આ પાત્ર ભજવવા માટે તિરુપતિની શેરીઓમાં ભીખ માંગી હતી."
'દિગ્દર્શકે મને રસ્તા પર ભીખ માંગવા મજબૂર કર્યો'
પ્રી-રિલીઝ ઈવેન્ટમાં, ધનુષ (Dhanush) એ દિગ્દર્શક શેખર કમ્મુલાની વાત કરતા મજાકમાં કહ્યું કે, "મેં દિગ્દર્શકના નામ અને પ્રતિષ્ઠા પર વિશ્વાસ રાખીને તરત જ ફિલ્મ માટે હા કહી દીધું હતું. પરંતુ અંતે, તેમણે મને તિરુપતિની શેરીઓમાં ભીખ માંગવા માટે મજબૂર કર્યો. કુબેરા મારી 51મી તમિલ ફિલ્મ છે. ખરેખર, શેખર સરે મને પહેલાં જ 'કુબેરા' ની સ્ક્રિપ્ટ મોકલી દીધી હતી."
ધનુષે કચરાના ઢગલામાં પણ શૂટિંગ કર્યું
તિરુપતિના રસ્તાઓ પર ભીખ માંગવા ઉપરાંત, ધનુષ (Dhanush) 'કુબેરા' (Kuberaa) ફિલ્મ માટે કચરાના ઢગલામાં પણ શૂટિંગ કર્યું. 'પિપ્પી પિપ્પી દમ દમ' ગીતના લોન્ચ દરમિયાન, ધનુષ (Dhanush) એ કહ્યું હતું કે, "દુનિયાનો એક અલગ ભાગ જોયો. જોકે હું ખૂબ જ સામાન્ય બેકગ્રાઉન્ડમાંથી આવું છું. તેમ છતાં મેં પહેલા ક્યારેય આવું નહતું જોયું, કારણ કે તમે હંમેશા જ તમારા કમ્ફર્ટ ઝોનમાં કામ કરો છો."
થિયેટરમાં આજે રિલીઝ થઈ 'કુબેરા'
આ ફિલ્મ આજે થિયેટરમાં રિલીઝ થઈ છે. ટ્રેલરમાં ફેન્સને ધનુષ (Dhanush) ના પાત્રની ઝલક પણ મળી ગઈ છે. જેમાં ધનુષ (Dhanush) જાડી દાઢી અને ફાટેલા કપડાંમાં લગભગ ઓળખી ન શકાય તેવો લાગે છે. આ ફિલ્મમાં નાગાર્જુન, રશ્મિકા મંદાના અને જીમ સરભ પણ મુખ્ય ભૂમિકાઓમાં છે. આ ધનુષ (Dhanush) ની તેલુગુ ભાષામાં પહેલી ફિલ્મ હશે. આ વર્ષે આ તેની પહેલી રિલીઝ પણ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા સમગ્ર ભારતમાં રિલીઝને મંજૂરી આપવામાં આવી છે. 'કુબેરા' (Kuberaa) ને CBFC તરફથી UA સર્ટિફિકેટ મળ્યું છે કારણ કે મૂળ કટમાંથી 19 સીન કાપવામાં આવ્યા હતા.