જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો છે. બેસરન ઘાટીમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ અને સ્થાનિક લોકો પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું અને 12 લોકો ઘાયલ થયા છે, જેમાં પ્રવાસીઓ અને સ્થાનિકો સામેલ છે. આ હુમલો અમરનાથ યાત્રા શરૂ થવાના થોડા મહિના અગાઉ બની છે, જેનાથી સુરક્ષા ચિંતા વધી ગઈ છે. પહલગામ આતંકવાદી હુમલાના પ્રત્યક્ષદર્શીઓએ ઘટનાનું વર્ણન કર્યું હતું. આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન ટીઆરએફએ લીધી છે.

