
થાઈલેન્ડના ફુકેટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે શુક્રવારે ફૂકેટથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટને બોમ્બની ધમકીને કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી.
ફ્લાઇટ નંબર AI 379 થાઇલેન્ડથી ઉડાન ભરી
મળતા અહેવાલ પ્રમાણે ફ્લાઇટ નંબર AI 379 થાઇલેન્ડથી ઉડાન ભરી હતી ત્યારે ધમકી મળી હતી. વિમાન પાછું વળી ગયું અને સુરક્ષિત રીતે લેન્ડિંગ કર્યું. ફુકેટ એરપોર્ટના એક અધિકારીએ રોઇટર્સને જણાવ્યું હતું કે, "વિમાન ઉતરાણ કરી ચૂક્યું છે અને એરપોર્ટ કટોકટીની પ્રક્રિયાઓ અમલમાં મૂકી રહ્યું છે."
https://twitter.com/ANI/status/1933406784917549229
થાઇલેન્ડના એરપોર્ટે જણાવ્યું હતું કે વિમાનમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે વિમાનમાંથી ઉતારી લેવામાં આવ્યા છે. અધિકારીઓ વિમાન અને સામાનની સંપૂર્ણ તપાસ કરી રહ્યા છે.સ્થાનિક અધિકારીઓ ધમકીની તપાસ કરી રહ્યા હોવાથી વધુ અપડેટ્સની રાહ જોવાઈ રહી છે.