જૂન માસના પ્રથમ પખવાડિયામાં ચોમાસાની સિઝનનો વિધિવત આરંભ થવાની શક્યતા સેવાઈ રહી છે ત્યારે સુરત શહેરમાં ચોમાસાની સિઝનમાં પાણીનો ભરાવો, રસ્તા પર ખાડા સહિતની સમસ્યા સર્જાતી હોય પાલિકા તંત્રએ પ્રિ-મોન્સૂન કામગીરીની સમીક્ષા કરી હતી. સમીક્ષા બેઠકમાં વિવિધ વિભાગ, ઝોનના અધિકારીઓએ પ્રિ-મોન્સૂન કામગીરીનો ચિતાર આપ્યો હતો. દરમિયાન પદાધિકારીઓએ ટ્રેન્ચની કામગીરી, રસ્તા રિપેર-પેચવર્કની કામગીરી તાકીદે પૂરી કરવાનો આદેશ કર્યો હતો.

