રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે હવે એર શાંતિ કરાર થવાની સંભાવના છે. રશિયાએ યુદ્ધ ખતમ કરવા સાથે જોડાયેલી વાતચીત કરવાનો નિર્ણય લીધો છે. અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આશા વ્યક્ત કરી છે કે, વ્લાદિમીર પુતિન અને ઝેલેન્સ્કી 15 મેના દિવસે તૂર્કિયેના ઈસ્તંબુલમાં શાંતિ વાર્તા માટે મળશે. તેમનું માનવું છે કે, આ બેઠકના સારા પરિણામ સામે આવી શકે છે.

