
Patan news: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ઝોલા છાપ તબીબો ઝડપાઈ રહ્યાના કિસ્સા વધી રહ્યા છે. જેમાં કોઈપણ ડિગ્રી વગર બનાવટી ડૉકટર મેડિકલ પ્રેક્ટિસ કરતા હોવાનું સામે આવી રહ્યું છે. પાટણ જિલ્લામાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો વધુ એક નકલી ડૉકટર ઝડપાયો હતો. જેને એસઓજી પોલીસે ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, પાટણ જિલ્લામાં જાણે નકલી તબીબોનો રાફડો ફાટયો હોય તેમ અગાઉ પણ એક ઝોલા છાપ ડૉકટર ઝડપાયો હતો, ત્યારે આજે શંખેશ્વર તાલુકાના કુંવારદ ગામે એસઓજી પોલીસના દરોડામાં બિપિન પ્રતાપજી દેત્રોજા નામનો નકલી ડૉકટર ઝડપાયો હતો. પોલીસે આ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી લોકોનાં આરોગ્ય સાથે ચેડાં કરતા મુન્નાભાઈ MBBSને ઝડપી પાડી તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલ નકલી ડૉકટર પાસેથી ઈન્જેક્શન, દવાઓ અને મેડિકલ સાધનો પોલીસે જપ્ત કર્યા હતા.