ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે. અનેક જિલ્લા અને શહેરોમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રસ્તા પર ઠેર-ઠેર પાણી ફરી વળ્યા છે. ત્યારે ગુજરાતમાં આજે(24 જૂન) સવારે સાંજના 6 વાગ્યા સુધીમાં 120 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ નર્મદાના નાંદોદમાં 8.66 ઈંચ અને તિલકવાડામાં 7.13 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે 36 તાલુકામાં 2 થી 8 ઈંચ અને અન્ય 76 તાલુકામાં 2 ઈંચથી ઓછો વરસાદ પડ્યો છે.

