Home / Gujarat / Ahmedabad : VIDEO: 148th Jagannathji Rath Yatra is a significant event in history

VIDEO: 148મી જગન્નાથજીની રથયાત્રા ઇતિહાસમાં નોંધપાત્ર બની, ભગવાનને આપવામાં આવ્યું ગાર્ડ ઓફ ઓનર

આ વર્ષના અષાઢી બીજના દિવસે નીકળેલી અમદાવાદની ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા ઈતિહાસમાં નોંધપાત્ર બની છે. પહેલીવાર રથયાત્રાને અમદાવાદ શહેર પોલીસ તરફથી ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પોલીસ કર્મચારીઓ દ્વારા ખાસ તૈયારી સાથે આ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો

ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા ખાસ તૈયારી સાથે આ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો હતો. રથયાત્રા શરૂ થતી પહેલા ‘પહિંવિધિ’ પહેલાં આ સન્માન અપાયું હતું. અગાઉની 147 રથયાત્રાઓમાં ક્યારેય એવું ન કરવામાં આવ્યું હતું.

અમદાવાદમાં 148મી રથયાત્રા યોજાઈ રહી છે

અમદાવાદમાં 148મી રથયાત્રા યોજાઈ રહી છે. 'જય રણછોડ, માખણચોર'ના જયધોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, તેમના ભાઇ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળી રહ્યા છે.

Related News

Icon