
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે જિલ્લા કલેક્ટર મુલાકાતે ગયા હતાં. જેમાં ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને અનેક રજૂઆતો કરી હતી. સંખેડાનો ફર્નિચર ઉદ્યોગ વિશ્વ વિખ્યાત છે. ગૃહઉદ્યોગથી લોકો રોજગારી મેળવે છે. પરંતુ સુથારી કામના સાધનો તંત્ર દ્વારા વિનામૂલ્યે સહાયના રૂપે આપવામાં આવતા નથી. સાગના લાકડામાંથી ફર્નિચર બને છે. ત્યારે એક સો મિલની માંગણી સ્થાનિક કારીગરો કરી રહ્યા છે પરંતુ, સો મિલની મંજૂરી આપવામાં આવતી નથી.
સાધનો આપવાની માગ
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે સાગના લાકડામાંથી 200થી વધુ પરિવારો ફર્નિચર ઉદ્યોગમાં જોડાયેલા છે. આ પરિવારો દ્વારા બનાવાતું ફર્નિચર દેશ અને વિદેશમાં વખણાઈ છે. છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન સંખેડા તાલુકાની મુલાકાતે ગયા હતા. ત્યારે તેઓએ ફર્નિચર ઉપર થતું કલર કામ નિહાળ્યું હતું. તેઓએ નીચે બેસીને ફર્નિચરનું કલર કામ કર્યું હતું. ત્યારે ખરાદી સમાજના લોકોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી કે, છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં સુથારી કામ કરતા કારીગરોને પ્રોત્સાહન આપીને સુથારી કામના સાધનો પુરા પાડવા જોઈએ.
યોજનાઓનો લાભ મળે તેવી માગ
સરકાર દ્વારા યુવાનોને આ ફર્નિચરની ટ્રેનિંગ આપવી જોઈએ દિવસે દિવસે મોંઘવારી વધી રહી છે સાગ નું લાકડું મોંઘુ થઇ રહ્યું છે બજાર માંથી લાકડું ખરીદે છે ત્યારે મોંઘુ પડે છે સંખેડા માં ફર્નિચર ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો ને સાગ નું લાકડું મળે તેના માટે એક શો મિલ ની ફાળવણી કરવી જોઈએ સસ્તા દરે લાકડું મળે તેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવી જોઈએ દિવસે દિવસે મજૂરી મોંઘી થઇ રહી છે ત્યારે લાકડા ના ભાવ માં ઘટાડો થાય તો ફર્નિચર ઉદ્યોગ જીવિત રહી શકે તેમ છે સંખેડા માં ફર્નિચર ઉદ્યોગ માં કામ કરતા પરિવારો ને આગળ વધારવા માટે સરકારી યોજનાઓ નો લાભ મળવો જોઈએ અને યુનિક ફર્નિચર ને સરકાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે તો આ ગૃહઉદ્યોગ જીવિત રહેશે તેવી રજુઆત કરી હતી