ગુજરાતમાં ધોરણ 10 અને 12નું પરિણામ આવે લગભગ 2 મહિના થઈ ગયા છે, તેમ છતાં અમદાવાદની કેટલીક શાળાઓમાં હજુ પણ માર્કશીટનું વિતરણ થયું નથી. અમદાવાદની શાળાઓની ઘોર બેદરકારી સામે આવી છે, ત્યારે DEOએ પણ આ અંગે કડક પગલાં લીધાં છે. અમદાવાદમાં પરીક્ષાની માર્કશીટ ન લઈ જતી સ્કૂલો સામે DEOએ નોટીસ ફટકારી છે. ઘોરણ 10 અને 12નું પરિણામ આવ્યું હોવા છતાં સ્કૂલો માર્કશીટ લઈ ગઈ ન હતી, જેથી અમદાવાદની 73 સ્કૂલોને DEOએ નોટિસ આપી છે.

