ભારતીય શેરબજારમાં સુધારાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. થોડા સમયના વધારા પછી, આજે બજાર ફરી તૂટી પડ્યું. બીએસઈ સેન્સેક્સ ૧૩૯૦.૪૧ પોઈન્ટ ઘટીને ૭૬,૦૨૪.૫૧ પર બંધ થયો. એ જ રીતે, NSE નિફ્ટી પણ 353.65 પોઈન્ટ ઘટીને 23,165.70 પોઈન્ટ પર બંધ થયો. આજે બજારમાં ચારે બાજુ વેચવાલી જોવા મળી હતી. બજારમાં ભારે ઘટાડાને કારણે આજે રોકાણકારોના કરોડો રૂપિયાનું નુકસાન થયું. 28 માર્ચે જ્યારે બજાર બંધ થયું ત્યારે BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 4,12,87,646 કરોડ રૂપિયા હતું. આજે વેચવાલીને પગલે માર્કેટ કેપ ઘટીને રૂ. ૪,૦૯,૬૪,૮૨૧.૬૫ લાખ કરોડ થઈ ગયું. જે જોતાં આજે રોકાણકારોએ 3.49 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા. હવે પ્રશ્ન એ થાય છે કે બજારમાં આટલો મોટો ઘટાડો થવા પાછળના કારણો શું છે?

